URTICARIA -HIVES

URTICARIA-અર્ટીકેરીયા (શીરસ – પિત્તી – ધાપડ -એલર્જી)

 આમાં ચામડી પર ઓછી કે ખુબ જ માત્રા ની ખંજવાળ સાથે ના લાલાશ પડતા સામાન્ય કે વધારે ઉપસેલા, નાની કે મોટી સાઈઝ ના, શરીર ના થોડાક ભાગ કે આખા શરીર પર ચકામા થાય છે. ક્યારેક હોઠ, આંખ કે શરીર ના કેટલાક ભાગ પર સોજો પણ આવે છે. ચકામા નો ભાગ ગરમ પણ લાગે છે. 

      ડરમોગ્રાફીજમ અર્ટીકેરીયા (dermographism urticaria) માં ચામડી પર જ્યાં અને જેવી રીતે ખંજવાળ કરીએ ત્યાં અને તેવી રીતે ચામડી ઉપસી આવે છે 

કારણો         

(૧) કોઈપણ ખોરાક, ફૂડ પ્રિઝરવેટીવ અને ફૂડ કલર ની એલર્જી

(૨) કોઈપણ પ્રકાર ના ચેપ થી – જેમ કે પેટ ના કરમિયાં, મરડો, દાંત નો સડો, ગળા કે ફેફસાં નો ચેપ, કોઈ પણ પ્રકાર ના વાઈરસ, બેક્ટેરિયા, ફૂગ જેવા ચેપ

(૩)ઘૂળ, રજ, પરાગ, ધૂળના જીવાત વગેરે ની એલર્જી (dust allergy) -શ્વસન તંત્ર (ફેફસાં) દ્વારા 

(૪) તમારી રોગપ્રતિકારક શક્તિ ના કારણે લોહી માં પેદા થતી એલર્જી ( auto immune

(૫)  ઠંડા પાણી અથવા ઠંડા પવનના સંપર્ક ને કારણે (cold urticaria

(૬) ગરમી – કસરત ને કારણે (cholinergic urticaria

(૭) માનસિક તણાવ ને કારણે 

(૮) આલ્કોહોલ અથવા કેફીન જેવા પીણાં લેવા

(૯) દવાઓ ની એલર્જી – નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ (NSAIDs) અથવા એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ થી 

(૧૦) પ્રેશર અર્ટીકેરીયા– તમારી ત્વચા પર પ્રેશર વાળી જગ્યા એ ચકામા ઉપસી આવવા – જેમ કે કમર નો ભાગ 

(૧૧) પાણી અથવા સૂર્યપ્રકાશ (તડકો ) ને કારણે (aquagenic or solar urticaria

(૧૨) જંતુનો ડંખ અથવા કરડવા ને કારણે 

(૧૩) ઈડીઓપથીક – (Idiopathic) વગર કારણે 

(૧૪)લોકલ અર્ટીકેરીયા-કોઈ કેમીકલ કે દવા લગાવવા ને કારણે જે તે ભાગ ઉપર એલર્જી થવી. 

તપાસ – (investigation)         

સામાન્ય રીતે આમાં વ્યવહારિક અભિગમ અપનાવીએ છીએ. 

સામાન્ય માત્રા ની એલર્જી ના દર્દી ને દવા અને પરેજી થી થોડોક સમય કોર્સ કરાવીએ છીએ. અને જે દર્દી ને ના મટે તો તપાસ કરાવી એ છીએ. 

વઘારે માત્રા ના દર્દી ને શરુઆત માં થોડાક જરુરી રિપોર્ટ કરાવી એ છીએ. એલર્જી ના મટે તો ઊંડાણ થી વધારા ની તપાસ કરાવી એ છીએ. 

જ્યાં જરુર લાગે ત્યાં એલર્જી ટેસ્ટ કરાવી એ છીએ. 

સારવાર 

  1. દવા ની અસર એલર્જી ની માત્રા અને તેના થવા ના કારણો પ્રમાણે જોવા મળે છે. 
  2. કોઈ દર્દીને નોર્મલ ડોઝ કામ કરે છે. કોઈ ને આગળ ના તબક્કા ની દવા આપવી પડે છે. એલર્જી ની માત્રા અને અનુભવ ને આધારે શક્ય નીચા અને સલામત ડોઝ થી અમે દવા શરૂ કરીએ છીએ. 
  3. એલર્જી ના રિપોર્ટ માં જો ડસ્ટ ની એલર્જી હોય તો તે પ્રમાણે વેક્સીન ઓર્ડર થી બનાવ ને લઈ શકાય છે. 

એલર્જી નો સમય ગાળો 

એલર્જી ની અસર તેના કારણો પ્રમાણે વધઘટ રહે છે. કોઈ ને થોડા કલાકો માં મટી જાય છે અને કોઈ ને મહિનાઓ સુધી રહે છે. એલર્જી નું કારણ ના મળે કે લોહી માં એલર્જી ઘટે નહીં તો એલર્જી લાંબી ચાલી શકે છે. 

 સલાહ           

  1. જેમને ક્યારેક જ એલર્જી થાય છે તેમને એલર્જી થવા ના ૨૪ કલાક પહેલાં ની ખાણીપીણી અને ગતિવિધિ ની ડાયરી બનાવવી જોઈએ અને અનેક વખત ના અનુભવ ને આધારે કારણ શોધવું જોઈએ. 
  2. ડૉકટર સાહેબ ની સલાહ મુજબ પરેજી કરો અને દવા લો. 
  3. એલર્જી રિપોર્ટ કરાવ્યા પછી, તેમાં આવતા ખોરાક ની ઓછા માં ઓછી ૬ મહીના પરેજી કરો. 

એલર્જી ની બિમારી ખૂબજ કોમન છે. ચિંતા કરો નહીં. તણાવ દૂર કરો અને ઘીરજ રાખો. મટી જશે.