એટોપિક ડર્મેટાઈટીસ (ATOPIC DERMATITIS)
HETA SKIN CLINIC
આ એક ખરજવા નો પ્રકાર છે. આ રોગ ના દર્દી નું લોહી ખૂબજ એલર્જી વાળું હોય છે.તે એક Chronic inflammatory ત્વચા રોગ છે, પરિણામે બીમારી લાંબી ચાલે છે. હું તેને લોહી નું ખરજવું કહું છું. જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે.
તે ઘણીવાર બાળપણમાં શરૂ થાય છે, પરંતુ તે પુખ્તાવસ્થામાં પણ થઈ શકે છે.
લક્ષણો:
(૧) તીવ્ર ખંજવાળ: એટોપિક ડર્મેટાઈટીસ ના દર્દી ને ખૂબ ખંજવાળ આવે છે, જે ચામડી પર scratching અને ત્વચાને વધુ નુકસાન તરફ દોરી શકે છે.
(૨) લાલ, શુષ્ક અને સોજાવાળી ત્વચા: અસરગ્રસ્ત ચામડી પર સામાન્ય રીતે લાલાશ,સોજો,અને શુષ્કતા દેખાય છે, જે રફ, જાડી અને સામાન્ય ફોતરી વાળી પણ દેખાય છે.
(૩) તિરાડ અને પાણી ઝરતી ત્વચા: ગંભીર કિસ્સાઓમાં ત્વચામાં તિરાડ પડી શકે છે અને પ્રવાહી નીકળી શકે છે, જે તેને ચેપ માટે વધુ સંવેદનશીલ બનાવે છે.
(૪) જગ્યા તે સામાન્ય રીતે ચહેરા, ગળા, હાથ, પગ, કોણીની અંદર (cubital fossa) અને ઘૂંટણની પાછળ(popliteal fossa) થાય છે. જો કે, તે શરીરના અન્ય ભાગોમાં પણ થઈ શકે છે.
એટોપિક ડર્મેટાઈટીસ થવા નું કારણ
એટોપિક ડર્મેટાઈટીસ નું ચોક્કસ કારણ સંપૂર્ણપણે સમજી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે આનુવંશિક, પર્યાવરણીય અને રોગપ્રતિકારક તંત્રના પરિબળોના સંયોજનને કારણે થાય છે.ઘણી વખત માતા પિતા માં એલર્જી ની શરદી, શ્ર્વાસ અને ચામડી ની એલર્જી ની બીમારી જોવા મળે છે.
એટોપિક ડર્મેટાઈટીસ ને વધારતા (aggravating) કારણો
(૧) એલર્જન: ધૂળની જીવાત, પાલતુ પ્રાણી ની રુવાંટી , પરાગ રજ અને અમુક ખોરાક
(૨) ખોરાક માં બદામ, દૂધ અને ઘઉં સહિતના અમુક ખોરાક inflammation પેદા કરતા ટી સેલ(T cells) અને ઇમ્યુનોગ્લોબ્યુલિન-ઇ(IGE) ના ઉત્પાદન ને ઉત્તેજિત કરી શકે છે. અન્ય ખાદ્યપદાર્થો માં ઈંડા, ડેરી પ્રોડક્ટ, સોયા, સાઇટ્સ ફળો જેવા કે મોસંબી, દ્રાક્ષ અને લીંબુ વગેરે, ટામેટાં, ગ્લુટેન, લવિંગ, તજ અને વેનીલા નો પણ સમાવેશ થાય છે.
(૩) કેમિકલ : કઠોર રસાયણો, સાબુ, ડિટર્જન્ટ અથવા સુગંધિત દ્રવ્યો
(૪) આબોહવા અને હવામાન: શુષ્ક, ઠંડુ હવામાન શુષ્ક ત્વચા તરફ દોરી શકે છે અને લક્ષણોમાં વધારો કરી શકે છે. અતિશય ગરમી અને પરસેવો પણ લક્ષણો વધારે છે. મર્યાદિત તડકો ફાયદો કરે પણ તેના લેવા થી થતી ગરમી અને પરસેવો રોગ વધારે છે.
(૫) ચામડી પર s aureus નામના બેક્ટેરિયા નું ઇન્ફેક્શન (જે બહાર થી દેખાતું નથી) પણ રોગ નો વધારો કરે છે.
(૬) માનસિક તણાવ: ભાવનાત્મક તાણ રોગ ને વધુ ખરાબ કરી શકે છે
સારવાર અને સલાહ
(૧) ઇમોલિયન્ટ્સ અને મોઇશ્શ્ચુરાઇઝર્સ: નિયમિતપણે ઇમોલિયન્ટ્સ અથવા મોઇશ્ચુરાઇઝિંગ ક્રીમ લગાવવાથી ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે અને શુષ્કતા ઓછી થાય છે.ચામડી ને સુકી ન થવા દો. નારિયેળ તેલ જરૂરિયાત મુજબ લગાવી શકાય.
(૨) જીવનશૈલી આયોજન : ટ્રિગર્સ ટાળવા, હળવા સાબુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરવો, યોગ્ય સ્વચ્છતા જાળવવી, ધૂળ અને ડસ્ટ થી બચવું. નરમ, ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવા. પ્રાણાયામ અને મેડીટેશન કરો. અતિશય ગરમી અને પરસેવા થી ચામડી ને બચાવો.
(૩) ખોરાક ની સલાહ HETA SKIN CLINIC
એટોપિક ડર્મેટાઈટીસ વધારતા અગાઉ જણાવેલ ખોરાક ટાળો.
નિયમિત ખોરાક સાથે નીચેનો ખોરાક લો
(અ) સફરજન, બ્લૂબેરી, ચેરી, સ્પિનચ અને કેળા જેવા ક્વેર્સેટિન(quercetin) ધરાવતા ખોરાકમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે inflammation ઘટાડવામાં મદદ કરે છે.
(બ) પ્રોબાયોટીક્સ એ એક પ્રકારનું ફાયદાકારક બેક્ટેરિયા છે,તે એલર્જિક અતિસંવેદનશીલતા પ્રતિક્રિયાને નિયંત્રિત કરવામાં ફાળો આપે છે .આ પ્રોબાયોટિક્સ એટોપિક ડર્મેટાઈટીસ ના inflammation ને ઘટાડવા માં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે. જેમ કે દહીં, અથાણું, છાશ, ઈડલી, ઢોસા, ઢોકળા.
(ક) ફ્લેવોનોઈડથી સમૃદ્ધ ખોરાક પણ inflammation સામે લડવામાં મદદ કરે છે, તેથી તે એટોપિક ડર્મેટાઈટીસ પીડિત લોકો માટે સારા છે. તેમાં સફરજન, બ્રોકોલી, ચેરી, પાલકનો સમાવેશ થાય છે.
(ખ) નોન વેજિટેરિયન લોકો માટે સૅલ્મોન, રોહુ, ટુના, આલ્બેકોર જેવી માછલીઓ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે શરીરમાં Inflammation સામે લડવા માટે જાણીતી છે, તેથી તેમને એટોપિક દર્દીઓના આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. વેજિટેરિયન લોકો વેજ સોર્સ ધરાવતી ઓમેગા 3 ફેટી એસીડ ની કેપ્શુલ લઈ શકે છે.
તપાસ
આ દર્દી ઓ માં સામાન્ય રીતે serum IGE level વધારે જોવા મળે છે.
(૪) મેડિકલ સારવાર. સ્પેશિયાલિસ્ટ ડૉકટર ની સલાહ મુજબ સારવાર.
અગાઉ જણાવેલ કાળજી સાથે ઓછી માત્રા ના રોગ ના દર્દી ને નોર્મલ ડોઝ ની દવા અને વધારે માત્રા ના દર્દી ને ઉંચા ડોઝ ની દવા ની જરૂર પડે છે. દવા નો કોર્સ જરુરિયાત પ્રમાણે ટૂંકો કે લાંબો ચલાવવો પડે છે. માટે ડૉકટર ની સલાહ વગર દવા બંધ કરવી નહીં.
જોકે એટોપિક ડર્મેટાઈટીસ એક લાંબી ચાલતી બીમારી છે. ઘણા લોકો તેમના લક્ષણોને અસરકારક રીતે કંન્ટોલ કરી શકે છે અને યોગ્ય કાળજી અને સારવાર સાથે પ્રમાણમાં સામાન્ય જીવન જીવી શકે છે.