કયુટેનીયસ મેક્યુલર એમાયલોઇડિસિસ (CUTANEOUS MACULAR AMYLOIDOSIS)
લક્ષણો
કયુટેનીયસ મેક્યુલર એમાયલોઇડિસિસ માં સામાન્ય રીતે પીઠના ઉપરના ભાગમાં, હાથના ઉપરના ભાગમાં, ક્યારેક પગ ના આગળ ના ભાગ ની ત્વચામાં અને અન્ય ભાગ પર કાળા ડાઘ પડે છે. હાઈપરપીગ્મેન્ટેશન(કાળા ડાઘ) નું કારણ ત્વચા પર અસાધારણ પ્રોટીનનું સંચય છે જેને એમીલોઈડ તરીકે ઓળખવામાં આવે છે.
ચામડી પર સામાન્ય થી શરુ કરી ને ખૂબ માત્રા ની ખંજવાળ આવે છે.
તે સૂક્ષ્મ લહેર અથવા જાળીદાર પેટર્ન જેવુ દેખાય છે ,જે લાઈકેન એમાયલોઇડિસિસમાં જોવા મળતી ‘સીફ્લોર પેટર્ન’ જેવું લાગે છે.
25% જેટલા અસરગ્રસ્ત દર્દીઓમાં મેક્યુલર એમાયલોઇડિસિસ લાઈકેન એમાયલોઇડિસિસ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે.
લાઈકેન એમાયલોઇડિસિસ માં સામાન્ય રીતે નિરંતર ખંજવાળવાળા, હાયપરકેરાટોટિક(જાડા) પેપ્યુલ્સ(દાણા) જોવા મળે છે. જે શિન્સ(ઢીંચણ અને ઘૂંટણ વચ્ચે ના પગ નો આગળ નો ભાગ) અથવા હાથપગની ચામડી પર જોવા મળે છે. નાના જાડા દાણા ભેગા મળીને રાખોડી-ભૂરા (grey brown) રંગ ના મોટા ચાઠા બને છે.
મેક્યુલર એમાયલોઇડિસિસના 10% જેટલા દર્દીઓ ના મૂળ પારિવારિક(વારસાગત) છે. આ રોગ સ્ત્રીઓ માં મહત્તમ જોવા મળે છે.
કારણો
મેક્યુલર એમાયલોઇડિસિસનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ આનુવંશિક અને પર્યાવરણીય પરિબળો ની અસર હેઠળ જ્યાં ડાઘ પડ્યા છે તે ત્વચા પર લાંબા સમય સુધી ઘર્ષણ(friction),ઘસવું(rabbing) અથવા ખંજવાળ(itching) જેવા ઉત્તેજક(aggravating) કારણો જવાબદાર છે. જેમકે ચામડી ઉપર નો મેલ કાઢવા કે કાળાશ દૂર કરવા માટી ના ઠીકરાં કે લુછરા થી ચામડી ઘસવી. વાળ નો ચોટલો બરડા પર ઘસાવો. ખંજવાળ કરવા થી રોગ વધે છે. રોગ માં કોઈ જોખમ નથી પણ ખરાબ દેખાય છે અને ક્યારેક ખંજવાળ આવે છે.જો યોગ્ય સારવાર ન થાય તો ધીરે ધીરે રોગ વધતો જશે.
સારવાર
(૧) ઉપર જણાવેલ રોગ ને વધારતા કારણો થી બચવું
(૨) રેગ્યુલર સારવાર માં લગાવવા ની ટ્યુબ્સ અને ગોળીઓ નો કોર્સ. સારવાર ૧ વર્ષ કરતાં લાંબી ચાલે.
(૩)વિશેષ સારવાર– અલગ અલગ લેસર અને અન્ય પધ્ધતિઓ થી પણ સારવાર થઈ શકે. ઘણા સેશન્સ થાય અને ખર્ચ ધણો થાય. એક સેશન્સ ૪ થી ૮ હજાર નો થાય. દર ૩૦ થી ૪૫ દિવસે સેશન્સ લેવા ના થાય. ૧૦ કરતાં વધારે સેશન્સ લેવા પડે.