દાદર વિશે ની ઉપયોગી માહિતી – જન હિતાથેઁ TINEA CORPORIS FUNGAL INFECTION

આ ફૂગ થી થતી ચેપી બીમારી છે. જે પરસેવા ને કારણે,ભીનાકે ટાઈટ કપડાં પેહરવાને કારણે અને સ્વચ્છતાના અભાવે શરીર ના બંધિયાર ભાગો થી શરુ થઈ અન્ય ભાગોમાં ફેલાય છે.(બંધ વાસણ માં રાખેલ રસોઈ પર ફૂગ આવે તેની જેમ જ)
 HETA SKIN CLINIC
બજાર માં મળતી કે ડોક્ટર મિત્રો દ્વારા આપવામાં આવેલી ખંજ્વાર માટે ની ટ્યુબ્સ માં આવતું સ્ટેરોઈડ કેમીકલ ખંજવાળ તરત જ બંધ કરે છે,દાદર ને દબાવે છે  પણ ફૂગ ના જંતુ નો વિકાસ થાય છે અને દાદર વધતું જ જાય છે. દા.ત  Q DEM CREAM, BETNOVATE ,TENOVATE,LOBATE CREAM, DERMI 5 CREAM, GM વારી CREAM વગેરે.(આ ટ્યુબ અમુક મયાઁદીત સમય માટે ડાૅકટર ની સલાહ પુરતી જ વાપરવી જોઈએ ) આથી સ્પેશિયલિસ્ટ ડોકટરે લખેલી નિયમ પ્રમાણેની ટ્યુબ લગાવવાથી શરૂઆતમાં ૪-૫ દિવસ દાદર વધે છે.
HETA SKIN CLINIC
ઉપર પ્રમાણે ની ટ્યુબ્સ લગાવવાથી,અધૂરા અને અનિયમિત કૉર્સ કરવાને કારણે દાદર ના જંતુ નોર્મલી લેવામાં આવતી દવાઓ થી ટેવાઈ ગયા છે અને ખતમ થતા નથી અને દાદર મટતું નથી. .જેથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ની સલાહ થી નિયમપ્રમાણેની પુરતી દવાઓ લેવી.
દવા નો કોર્સ ઓછામાં ઓછો ૨ થી ૩ મહિના નો છે.કેટલાક દર્દીઓ માં દવાની અસર ન મળે (જંતુ હઠીલાહોય) તો  વધારે સમય પણ લાગે અને વધારે મોંઘી દવાઓ લેવી પડે.
મટેલું દાદર ઘરના સભ્યો માં થી ચેપ લાગવાથી કે નવેસરથી થઈ શકે છે માટે ઘરના બધાજ સભ્યોની દવા એકસાથે કરવી.
અને જ્યારે ફરીથી દાદર થશે ત્યારે પહેલાં જેટલો જ કે વધારે કોર્સ થશે માટે ફરીથી દાદર ન થાય તેની નિયમિત ચિંતા કરો.
HETA SKIN CLINIC 
કાળજી અને સલાહ
@દિવસ માં ૨ વખત સાબુ થી ન્હાવું. ન્હાયા પછી શરીર રૂમાલ થી કોરુ કરો. દાદર વાળા શરીર ના ભાગ ને અલગ નેપકીન થી કોરો કરો અને નેપકીન ને ગરમ પાણીમાં દરરોજ ધોઈ નાખો.
@.સુતરાઉ ખુલ્લા કપડાં પહેરવા.  એક બીજા ના કપડાં પહેરવા નહિ.  દરેક ના કપડાં જુદા ધોવા.
@બધાંજ કપડાં ,ચાદર ,રૂમાલ, વગેરે અઠવાડિયે ગરમ પાણીથી ધોવા.નખ કાપેલા રાખો.
@દાદર ની દવા ટાઈમસર લો. વચ્ચે વચ્ચે દવા અનિયમિત લેવાથી દવા અસર કરતી બંધ થઈ જાય છે અને દાદર હઠીલું થઈ જાય છે.
દાદર ની નિષ્ણાંત દ્વારા લખેલી ટ્યુબ દાદર ના ૧ સેમી બહાર સુધી લગાવો.
@બહાર થી દાદર મટેલું લાગે તો પણ ડાૅકટર ની સલાહ વગર દવા ખાવાની કે લગાવવા ની બંધ કરશો નહીં.